શું તમારે લાઈફમાં સફળતા મેળવવી છે? સફળ લોકોની પહેચાન સામાન્ય માણસ કરતા સાવ નોખી જ હોય છે. સમાજમાં સફળ વ્યક્તિ મિસાલ ગણાય છે. સફળ વ્યક્તિ જયારે કઈ બોલે છે ત્યારે તેમના વિચારો અન્ય લોકોને મોટીવેટ કરે છે. તમારે પણ સફળ લોકોના વિચારોને અપનાવવા જોઈએ.
* હું ક્યારેય મારો સમય નથી બગાડતો. કારણકે મે સમય ને વેડફતા લોકોની બરબાદી મે જોઈ છે. સમય અમુલ્ય છે.
* મારો જન્મ ગરીબ કુટુંબમાં થયો એમાં મારો કોઈ દોષ નથી. જો મે મારું જીવન ગરીબીમાં વિતાવ્યું તો એ મારો સૌથી મોટો ગુનો છે.
* સક્સેસફૂલ લોકો જાણે છે કે નિષ્ફળતા સક્સેસફૂલ થવાનો જ એક ભાગ છે.
* તેઓ પોતાના ગોલ (લક્ષ્ય) સુધી પહોચવા ખુબજ મહેનત કરીને ત્યાં ટકી રહે છે.
* હું કોઇપણ કાર્યને ટાળતો નથી. મને જયારે પણ કામ મળે ત્યારે તેને પૂરું કરવાની કોશિશ કરું છુ.
* મારા દિવસની શરૂઆત એક સ્પષ્ટ ઉદ્દેશ્યની સાથે થાય છે જેથી હું મારો લક્ષ્ય આસાનીથી પ્રાપ્ત કરી શકું છું.
* તમારી પાસે જેટલો પણ સમય બચે છે તેને સારા કામ માટે કે સારા લોકો સાથે ખર્ચ કરો.
* તેઓ બીજાની ખુશી અને સફળતાથી ખુશ થાય છે.
* બીજાની મદદ કરવી તેમને ગમે છે. કોઇપણ હેતુઓ વગર પણ તેઓ બીજાને હેલ્પ કરવા હમેશા તૈયાર રહે છે.
* તેઓ ક્યારેય આળસ નથી કરતા. આળસ માનવીનો સૌથી મોટો દુશ્મન છે. આળસ કરવી મતલબ હાથ પગ વગરનો મનુષ્ય.
* દુનિયા બદલે તેના કરતા પહેલા તમારે બદલવું જોઈએ. અર્થાત્ એવું કોઈ કામ કરવાની કરવાની કોશિશ કરો કે આજ સુધી તે કામ કોઈએ ન કર્યું હોય અને તમે ફેમસ થઈ જાઓ.
* જેટલી શક્ય બને તેટલી બીજાને હેલ્પ કરવું. કારણકે આ જ વ્યક્તિની પહેચાન છે.
* હું હમેશા મારી અસફળતાથી કઈને કઈ બોધ પાઠ લવ જ છુ. પ્રત્યેક અસફ્તતા એક સકારાત્મક સંદેશ છોડી જાય છે.
* તમારા કામોને ઈમાનદારી અને નિષ્કપટતાથી કરો. કોઇપણ કામ ને અધૂરું નહી મુકવું. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કોશિશ કરતુ રહેવું. પોતાના સહકાર્યકરો પર આધારિત ન રહેવું. ઘાર્મિક ગ્રંથોનો જ સાર કરવો.
* કોઇપણ જૂની વાતો (past) ને લઈને ન બેસવું. આનાથી તમારું જ નુકશાન થશે. એટલા માટે સારું રહેશે કે તમે જૂની વાતોને ભુલાવીને કઈ નવું વિચારો.
No comments:
Post a Comment
thanks for Suggestion/improvement/quary.